Monday, July 28, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી મહાસંઘની પ્રાંત ટિમ દ્વારા સદસ્યતા અભિયાન વૃત બેઠક યોજાઈ

મોરબી મહાસંઘની પ્રાંત ટિમ દ્વારા સદસ્યતા અભિયાન વૃત બેઠક યોજાઈ

મોરબી : અત્રેના સરસ્વતી શિશુ મંદિર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબીના જિલ્લા,તાલુકા,મંડલના કાર્યકર્તાઓની હાલમાં ચાલતા સદસ્યતા અભિયાન અંગે તેમજ સંગઠનનો વિસ્તાર કરવા બાબતે સંગઠનના કાર્યકર્તાઓના ઘડતર માટેની બેઠક યોજાઈ ગઈ સંગઠન મંત્રથી બેઠકની શરૂઆત કરવામાં આવી હતી.

બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ તેમજ જીતેન્દ્રભાઈ ઠાકર વગેરની ઉપસ્થિતિમાં દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી દ્વારા ઉપસ્થિત અધિકારીઓનો પરિચય કરાવવામાં આવ્યો અને પુસ્તક દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ જીતેન્દ્રભાઈ ઠાકરે તમામ કાર્યકર્તાઓને સંગઠન દ્વારા થયેલા કાર્યો વિશે તેમજ સંગઠનના વિસ્તાર બાબતે અવગત કરવામાં આવ્યા,પ્રાંત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મંત્રી દ્વારા સંગઠનની તાકાત, સંગઠન માટે સદસ્યતાની આવશ્યકતા, સદસ્યતા કરવા માટેની પદ્ધતિ,પ્રવિધિઓ વિશે વિસ્તારપૂર્વક વાતો કરી હતી ત્યારબાદ પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ દ્વારા સંગઠનના દેવદુર્લભ કાર્યકર્તાઓને વિવિધ પ્રસંગો વાર્તાઓના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું કે માણસની વૃત્તિ બદલવી જોઈએ, માણસની ચિતવૃત્તિ શુદ્ધ અને પારદર્શક રહેવી જોઈએ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અત્યાર સુધીમાં થયેલા કાર્યો જેવા કે 4200 ગ્રેડ પે,જૂની પેંશન યોજના પુન: સ્થાપિત કરવી શિક્ષક સજ્જતા કસોટી રદ કરાવવી વગેરે બાબતોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી, સંગઠનની રજુઆતથી બજેટમાં થયેલ વિવિધ જોગવાઈઓ હમારા વિદ્યાલય હમારા તીર્થ તેમજ એનપીઈ નેશનલ એજ્યુકેશન પોલીસી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિની થયેલ અમલવારી અંગે તેમજ એકમ કસોટીની જગ્યા 360 ડીગ્રી મૂલ્યાંકન વગેરે વાતોની સાથે સદસ્યતા અભિયાન અંગેની મહત્વપૂર્ણ વાતો કરી હતી, જુદાં જુદા તાલુકામાંથી ઉપસ્થિત કાર્યકર્તાઓએ પોતપોતાના પ્રશ્નો ખાસ કરીને બાળકો માટે દર વર્ષે આપવામાં આવતા પાઠ્યપુસ્તકો, અન્ય સાહિત્ય સમયસર અને પૂરતી સંખ્યામાં આવવું જોઈએ, જ્ઞાન સેતુ પરીક્ષા માત્ર શિષ્યવૃતિના હેતુસર લેવાવી જોઈએ, વિદ્યા સહાયકો માટેની ફિક્સ પગારના સમય ગાળાની મેડિકલ રજા સર્વિસબુકમાં જમાં કરવી, બદલી થયેલા શિક્ષકોને 100% છુટા કરવા,HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજીયાત પ્રમોશન ન આપવું, HTAT સિવાયની શાળાના આચાર્યને મહેકમમાં ન ગણવા અને એમને આપતા એલાઉન્સમાં વધારો કરવો, મોરબી જિલ્લામાં શિક્ષકોને જોબચાર્ટ સિવાયની કામગીરી સોંપવામાં આવે છે એ બાબત તેમજ બીએલઓના હુકમ વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા અંતમાં સતિષભાઈ પટેલ સંગઠન મંત્રી ટંકારા દ્વારા કલ્યાણ મંત્ર કરી બેઠક પૂર્ણ કરવામાં આવી,બેઠકને સફળ બનાવવા સંદિપભાઈ આદ્રોજા વરિષ્ઠ ઉપાધ્યક્ષ જિલ્લા ટીમ તેમજ તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments