મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી ફાતમાબેન ઇસુબભાઈ મોવર, હંસાબેન ગુલાબભાઈ જોગલ અને સતીષભાઈ મગનભાઈ દેવરિયાને રોકડા રૂપિયા 5760 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.