પ્રેસિડેન્ટ તરીકે અમિત પટેલ અને સેક્રેટરી તરીકે હુસૈફા લાકડાવાલાએ શપથ લીધા
મોરબી : રોટરી કલબ ઓફ મોરબી દ્વારા તા. 24-7-2025 ને ગુરુવારના રોજ નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં નવા વર્ષ 2025-26 માટે પ્રેસિડેન્ટ તરીકે અમિત પટેલ અને સેક્રેટરી તરીકે હુસૈફા લાકડાવાલાની વરણી કરાઈ છે.
આ શપથ સમારંભમાં આસિસ્ટન્ટ ગવર્નર લલિતભાઈ જોશી તેમજ મોરબી ક્લબના સિનિયર રોટે. અજિતભાઈ શેઠ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. 2024-25માં રોટે. કિશોરસિંહ જાડેજા પ્રેસિડેન્ટ હતા. તેઓએ જણાવ્યું હતું કે, તેના વર્ષના લોકઉપયોગી અધૂરા કામ અમિતભાઇ દ્વારા પુરા કરવામાં આવશે. આ દરમ્યાન નવા બોર્ડ મેમ્બરના પણ શપથ લેવડાવામાં આવ્યા હતા. આ દરમ્યાન નવા પ્રેસિડેન્ટ અમિતભાઈએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે, મોરબીમાં ઘણા બધા લોકઉપયોગી કામ કરીશું. પાસ્ટ પ્રેસિડેન્ટ કિશોરસિંહે બોર્ડના દરેક મેમ્બરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબના દરેક મેમ્બરે સહયોગ આપ્યો હતો.

