વાંકાનેર : મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયા સાથે વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઠવારાએ જીલ્લા ખેતી નીયામકને રજુઆત કરી હતી કે મોરબી જીલ્લાના ખેડુતોને ખાતર મળતું નથી અને મળે તો નેનો યુરિયા ખાતર આપવામાં આવે છે. સરકારના પરિપત્ર મુજબ નેનો યુરિયા બંધ કરવા અને ખાતરના ભાવમાં વધારો કરવામા આવેલ છે તે પાછો ખેંચવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. રજૂઆત સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાર તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
