હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી સચોટ બાતમીને આધારે હળવદ તાલુકાના સુરવદર ગામની સીમમાં આવેલ આરોપી ધર્મેન્દ્ર કરશનભાઇ ધામેચાની વાડીમાં દરોડો પાડી તપાસ કરતા કપાસના વાવેતરમાં ચાસમાંથી વિદેશી દારૂની 180 મીલી માપની 120 બોટલ કિંમત રૂ.20,400, દેશી દારૂ લીટર 10 કિંમત રૂપિયા 2000 તેમજ દેશી દારૂ બનાવવાનો આથો લીટર 120 કિંમત રૂપિયા 3000 મળી આવ્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે ધર્મેન્દ્ર ધામેચાને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.