હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ – માળીયા હાઇવે ઉપર પરીક્ષિત કારખાના પાસેથી જીજે – 36 – કે – 0876 નંબરના બાઈક ઉપર શંકાસ્પદ પસાર થઈ રહેલા આરોપી શ્રવણ જયંતીભાઈ જીંજુવાડિયા ઉ.27 રહે.કેદારીયા ગામ તા.હળવદ વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 9600 મળી આવતા પોલીસે રૂ.40 હજારના બાઈક સહિત 49,600ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.