વાંકાનેર : મોરબી એલસીબી ટીમે વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ ઉપર ગેબી પાન સામે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે પપ્પુ મહાવીરસિંહ જેઠવા રહે.અમરસિંહજી મિલ કોલોની, વાંકાનેર વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 16,150 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.