મોરબી : મોરબી શહેરના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ ઉપર આવેલ બોનીપાર્કમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા મારુતિ એપાર્ટમેન્ટની છત ઉપર જુગારનો પાટલો મંડનાર આઠ મહિલા પાના ટીચતા રંગે હાથ ઝડપાઇ ગઈ હતી.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બોનીપાર્કમા મારુતિ એપાર્ટમેન્ટમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા એપાર્ટમેન્ટની છત ઉપર જુગાર રમી રહેલ આરોપી સંગીતાબેન રમેશભાઇ કાસુન્દ્રા, ભારતીબેન કૈલાશભાઇ ડાંગર, સોનલબેન સુરેશભાઇ ગોસાઇ, હીરલબેન વિશાલભાઇ બરાસરા, જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા, મીનાબા ધનશ્યામસિંહ વાઘેલા, સંગીતાબેન કરશનભાઇ ઠકરાર અને ક્રિમાબેન પ્રભુભાઇ સોલંકી રોકડા રૂપિયા 34,300 સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે તમામ મહિલાઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.