મોરબી : મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સોનેટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી મૂળ અરવલ્લી જિલ્લાની વતની રૂપલબેન ગલાભાઈ ડામોર ઉ.વ. 25 નામની યુવતીએ ગઈકાલે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સના રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.