રૂ. 5 લાખ 15 હજારના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પ્રોહીબિશનનો ગુન્હો નોંધાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા દેશી દારૂની હેરફેર કરતી કારનો ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલી કાર સાથે 2 ઇસમોને કુલ રૂ. 5 લાખ 15 હજારના મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ચેક પોસ્ટ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ ઉપર આવેલ વળાંકમાં હ્યુન્ડાઈ કંપનીની ગ્રે કલરની ક્રેટા કાર રજી. નંબર 7075 પહોંચતા કારને ઉભી રખાવી હતી અને કારની અંદર ચેક કરવા જતા કાર ચાલકે અચાનક પોતાની કારને વધુ સ્પીડમાં ચલાવી નીકળી ગયો. આ દરમ્યાન ખાનગી વાહનો વડે કારનો પીછો કરી વાંકાનેર સીટી જકાતનાકા પાસે ક્રેટા કારને રોકી ચેક કરતા તેમાંથી 525 લીટર દેશી દારૂ કી. રૂ. 1,05,000ના મુદ્દામાલ તથા રૂ. 4,00,000 લાખની કિંમતની ક્રેટા કાર અને રૂ. 10,000ની કિંમતના 2 વિવો કંપનીના ફોન આમ કુલ 5,15,000ના મુદ્દામાલ સાથે અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરીયા અને રાજુભાઈ જયંતીલાલ કગથરાને પકડી પાડી પ્રોહીબિશનનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.
