Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiદાંડિયા કલાસીસના સંચાલકોને સમજાવવા ગયેલા, તોડફોડ કરવા નહિ, ડીસ્કો દાંડિયા બંધ કરાવવા...

દાંડિયા કલાસીસના સંચાલકોને સમજાવવા ગયેલા, તોડફોડ કરવા નહિ, ડીસ્કો દાંડિયા બંધ કરાવવા કાલે જાહેર સભાનું એલાન કરતા મનોજ પનારા

મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા કેપિટલ માર્કેટ ખાતે સાંજે યોજાશે જાહેરસભા

મોરબી : મોરબીમાં ડિસ્કો દાંડિયા ક્લાસિસની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ બંધ કરવા મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા આવતીકાલે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા આવતીકાલે એટલે કે તારીખ 2 ઓગસ્ટ ને શનિવારે રાત્રે 8:30 કલાકે મોરબીના નવા પર ચોકડી સ્થિત કેપિટલ માર્કેટ ખાતે યોજવામાં આવશે. આ સભામાં પધારવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ અંગે મોરબીના પાટીદાર અગ્રણી મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે, ડિસ્કો દાંડીયા ક્લાસિસ એક સામાજિક દુષણ છે. અમારી પાસે એવી માહિતી આવી છે કે અલગ અલગ આવા ડિસ્કો દાંડીયા ક્લાસિસમાં બહેન-દીકરીઓને ફસાવીને તેઓની જિંદગી ખરાબ કરવામાં આવી રહી છે. ડિસ્કો દાંડીયા ક્લાસિસની અંદર ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલી રહી છે. બહેન-દીકરીઓ આવા ડિસ્કો દાંડીયા ક્લાસિસમાં રમતી હોય ત્યાં આવારા તત્વો, રોમીયોગીરી કરતાં શખસો સમાજને ન શોભે તેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. આવા ક્લાસિસમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ખાસ કરીને બહેન-દીકરીઓની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. મૂળ ગરબાની પરંપરાથી અલગ જઈને હિન્દી ફિલ્મોના ગીતો અને અલગ અલગ સ્ટેપો કરાવીને મૂળ સાંસ્કૃતિક ધરોહરને ખતમ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આવી પ્રવૃત્તિઓનો ભોગ મોરબીની જનતા અને ખાસ કરીને પાટીદાર સમાજ બની રહ્યો છે.

મનોજ પનારાએ વધુમાં જણાવ્યું કે, બે ત્રણ દિવસ પહેલા તમામ સંચાલકોને અમે વિનંતી કરીને જણાવ્યું હતું કે આવા દાંડિયા ક્લાસિસ બંધ કરી દેવામાં આવે. જે બાદ કેટલાક ક્લાસિસના સંચાલકોએ એસપી, કલેક્ટર અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને જણાવ્યું હતું કે, આવારા તત્વો અમારા ક્લાસિસમાં આવ્યા હતા અને તોડફોડ કરી હતી અને આ લોકો અસામાજિક તત્વો હતા. તેથી આ અરજી સામે અમને વાંધો છે. અમે તેઓને સમજાવવા ગયા હતા નહીં કે તોડફોડ કરવા. સંચાલકોએ આ વિષયને અયોગ્ય રીતે લીધો હોય આ અંગે પાટીદાર સમાજમાં જનજાગૃતિ આવે અને આવા ક્લાસિસથી બચે તે માટે આવતીકાલે 2 ઓગસ્ટના રોજ કેપિટલ માર્કેટ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર સભામાં મોરબીની 40 સંસ્થાઓના આગેવાનો, રાજકીય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સભામાં મોરબીની જાગૃત જનતાને પણ જોડાવવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments