હળવદ : હળવદ શહેરમાં બાઈક ચોરીના અલગ અલગ ત્રણ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાથી વાહન ચોર પોલીસની હાથવેંતમાં હોવાનું મનાઈ રહ્યું છે. શહેરના ધ્રાંગધ્રા દરવાજા, બ્રાહ્મણ ભોજનશાળા અને ભવાની મેડિકલ પાછળથી થયેલ વાહનચોરી અંગે ફરિયાદ દાખલ થઈ છે.
હળવદ પોલીસ મથકમાં વાહન ચોરીના ત્રણ બનાવમાં ફરિયાદ નોંધાઇ છે જેમાં પ્રથમ બનાવમાં શહેરમાં આવેલ ભવાની મેડિકલ પાછળથી ફરિયાદી હાર્દિકભાઈ ભરતભાઇ શાહ રહે.સુરેન્દ્રનગર વાળાની માલિકીનું 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ગત તા.23 જાન્યુઆરી 2025મા ચોરી ગયો હતો.જ્યારે બીજા બનાવમાં બ્રાહ્મણની ભોજનશાળા પાસેથી ફરિયાદી મોહિતભાઈ પ્રફુલભાઈ સિંદૂરીયા રહે.હળવદ વાળાની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું બાઈક ગત તા.1 જાન્યુઆરીના રોજ ચોરી થયું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જયારે ત્રીજા બનાવમાં ધ્રાંગધ્રા દરવાજા પાસેથી હસમુખભાઈ ઓધવજીભાઈ કુરિયા રહે.ચાડધરા ગામ વાળાનું 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર તા.30 જુલાઈના રોજ ચોરી જતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.ત્રણ ત્રણ ફરિયાદ એક સાથે નોંધાતા વાહન ચોર પોલીસના હાથવેંતમાં હોવાનું મનાઇ રહ્યુ છે.