એલસીબીએ મોડી ફરિયાદ નોંધાવતા આરોપીઓ હાથવેંતમાં હોવાની શક્યતા
મોરબી : માળીયા મિયાણા તાલુકામાં પીપળીયા ચોકડી નજીક ટેન્કરમાં કોઈપણ જાતના લાયસન્સ વગર ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભેળસેળ યુક્ત જ્વલનશીલ પ્રવાહી ભરી ટ્રક ચાલકોને બાયોડિઝલના નામે વેચાણ કરવા સબબ મોરબી અને બનાસકાંઠાના બે શખ્સ વિરુદ્ધ છ મહિના બાદ એલસીબી ટીમે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબી એલસીબી ટીમના પીએસઆઇ બી.ડી.ભટ્ટે ગત તા.6 ફેબ્રુઆરીના રોજ પીપળીયા ચોકડી પાસેથી જીજે – 18 – એએક્સ – 5206 અને જીજે – 23 – એટી – 5074મા ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ જેવું ભેળસેળ યુક્ત જ્વલનશીલ પ્રવાહી ભરી ટ્રક ચાલકોને બાયોડિઝલના નામે વેચાણ કરનાર આરોપી ધર્મેશ ઉર્ફે હકાભાઈ બાબુભાઇ ચાવડા રહે.ખોડિયાર નગર, ઉમિયા સર્કલ પાસે, મોરબી અને આરોપી વિરમ મધાભાઈ ખાંભલીયા રહે.જોરવાડા, બનાસકાંઠા વાળા વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ફરિયાદ નોંધાવતા માળીયા મિયાણા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.