મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ પાડવાના પ્રયાસના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી મુકેશ દલસિંહ અમલીયાર ઉં.વ. 26 (રહે. વાઘાટી ફુટતાલાબ, મધ્યપ્રદેશ)ને મોરબી એલ.સી.બી.ની ટીમે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રેશમડી ગલોલ ગામમાં દિનેશભાઈ અરજનભાઈની વાડી ખાતેથી ગઈકાલે 1 ઓગસ્ટને શુક્રવારે ઝડપી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
