હળવદ : હળવદ પોલીસે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન ધ્રાંગધ્રા દરવાજા પાસેથી શંકાસ્પદ રીતે હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને પસાર થઇ રહેલા આરોપી મહેશભાઈ જગદીશભાઈ પાટડીયા રહે.ભવાની ઢોરો, હળવદ નામના યુવકને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 180 મીલી માપની બોટલ નંગ 10 મળી આવતા પોલીસે 1000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.