મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ પ્રભુકૃપા ફ્લેટમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આઠ જુગારીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 29,800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે, મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ પ્રભુકૃપા એપાર્ટમેન્ટ ફ્લેટ નં-104માં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જે બાતમીને આધારે દરોડો પાડતા ફ્લેટ માલિક આરોપી ચંદુભાઇ જગજીવનભાઇ પટેલ, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઇ ભુપતભાઇ કંણઝારીયા રહે. લાલપર, અજીતભાઇ બચુભાઇ બારોદરા રહે મોરબી, કુબેર ટોકીજ પાછળ, જયેશભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. લાલપર, કિશોરભાઇ રાજાભાઈ પટેલ રહે.ઉમા રેસીડન્સી, વિજયભાઇ પ્રેમજીભાઈ વાઘેલા રહે. ત્રાજપર ખારી, લીલાધરભાઇ બેચરભાઇ પટેલ રહે. રાજનગર, મોરબી અને પ્રહલાદભાઇ રવજીભાઇ પટેલ રહે. ઉમા રેસીડન્સી, મોરબી વાળાઓ તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા. બનાવ સ્થળેથી પોલીસે રોકડા રૂપીયા 29,800 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.