લીલાપર ચોકડીએ અંદાજે 1800 લોકોની સહી સાથે સમર્થન મેળવી મુખ્યમંત્રીને આવેદન મોકલાશે
મોરબી : મોરબીમાં લીલાપર સ્મશાનથી ભડિયાદ સુધીનો બ્રિજ બનાવવા કોંગ્રેસ દ્વારા આજે સહી ઝુંબેશ યોજવામાં આવી હતી. જેમાં લીલાપર ચોકડીએ અંદાજે 1800 લોકોની સહી સાથે સમર્થન લેવાયું હતું. હવે આ સહી સાથેનું આવેદન મુખ્યમંત્રીને મોકલાશે.
મોરબીમાં વીસીપરાથી વેજીટેબલ રોડને જોડતો મચ્છુ નદી ઉપરનો બ્રિજ મંજુર થયો છે. ત્યારે પહેલા લીલાપર ઇલેક્ટ્રિક સ્મશાનથી ભડિયાદ સુધીનો બ્રિજ તાત્કાલિક બનાવવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. જેને લઈને આજે કોંગ્રેસ દ્વારા સવારે 7:30 થી 9 વાગ્યા સુધી લીલાપર ચોકડી પાસે ઉભા રહીને સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં અંદાજે 1800 લોકોની સહી લેવામાં આવી હતી. હવે આ આવેદન મુખ્યમંત્રીને આપવામાં આવશે. આ સહી ઝુંબેશમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો જોડાયા હતા.
