મોરબી : લોકસભા દ્વારા રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી નિમિતે વણકરોનું વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. હેન્ડલુમ ઉધોગ આઝાદી પહેલાથી ભારતમાં રોજગારીનો મુખ્ય ઉધોગ રહ્યો છે. તેમજ ભારતના અર્થતંત્રમાં તેનું મોટું યોગદાન છે. કચ્છ લોકસભા દ્વારા આજે તારીખ ૦૭ ઓગસ્ટના “રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ” ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. અને આ પ્રસંગે કચ્છ લોકસભા વિસ્તારના હાથવણાટના વણકરોને આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન આપવા બદલ સન્માનીત કરવાનું આયોજન કરવામાં આવેલ હોય આ પ્રસંગે બહોળી સંખ્યામાં સૌ લોકોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવમાં આવે છે.
