ટંકારા : મોરબી એલસીબી ટીમે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનમાં દરોડો પાડી મજૂરની ઓરડીમાં જુગારની મહેફિલ માંડીને બેઠેલા મોરબીના છ શખ્સોને જુગારની મજા માણતા ઝડપી લઈ રોકડા રૂપિયા 75,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે લજાઈ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મોરબીના રહેવાસી હરેશભાઇ છગનભાઇ દલવાડિયાના ગોડાઉનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા ગોડાઉનમાં આવેલ મજૂરની ઓરડીમાં જુગાર રમી રહેલા આરોપી હરેશભાઇ છગનભાઇ દલવાડિયા, હરેશભાઇ મગનભાઈ ઉભડિયા, સિદ્ધરાજસિંહ દિલુભા જાડેજા, દિનેશભાઇ કાળુભાઈ ધરોડીયા, હરજીવનભાઈ પીતાંબરભાઈ બરાસરા અને નિલેશભાઈ લક્ષ્મણભાઇ વારેવાડિયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.