વાંકાનેર : વાંકાનેર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હસનપર અને સમથેરવામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી, તાલુકા અને એલસીબી ટીમે અલગ અલગ ચાર દરોડામાં 10 આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. જો કે બે આરોપીઓ દરોડા દરમિયાન નાસી ગયા હતા.
પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે સમથેરવા ગામે મોટા મઢવાળા ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વસરામભાઈ મનજીભાઈ સેટાણીયા, ધુળાભાઈ સોમાભાઈ સેટાણીયા અને કાળુભાઇ ઉર્ફે જગાભાઈ મંગાભાઈ સેટાણીયાને રોકડા રૂપિયા 6420 તેમજ બે મોટર સાયકલ કિંમત રૂપિયા 50,000 સહિત 56,420 સાથે ઝડપી લીધા હતા.દરોડા દરમિયાન આરોપી જગાભાઈ નાનુભાઈ મુંધવા અને સંજય મોનાભાઈ ગમારા નાસી ગયા હતા.બીજા દરોડામાં સીટી પોલીસ ટીમે સીટી સ્ટેશન રોડ ઉપર જુગાર રમી રહેલા આરોપી પ્રકાશ નવઘણભાઈ બાંભણીયા અને સુરેશ નવઘણભાઈ બાંભણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2570 કબ્જે કર્યા હતા.
ત્રીજા દરોડામાં મોરબી એલસીબી ટીમે હસનપર ગામે રામચોકમાં દરોડો પાડી આરોપી નરેશભાઈ વહાણભાઈ કટવાણા, જીતેશભાઈ વિનુભાઈ સારલા અને આરોપી હર્ષદ છગનભાઇ સુસરાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,600 કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. જ્યારે ચોથા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે વેલનાથપરામાં દરોડો પાડી આરોપી ભરતભાઇ દેવસીભાઈ દેલવાડિયા અને આરોપી વિમલ જીતુભાઇ સોલંકીને રોકડા રૂપિયા 2510 સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.