મોરબી : નેશનલ હાઇવે પાસે જાંબુડિયા ગામ નજીક બે ટ્રક વચ્ચે આજે સાંજના સમયે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. સર્વિસ રોડ ઉપર સર્જાયેલા આ અકસ્માતમાં એક ટ્રકની કેબિનનો બુકડો બોલી ગયો હતો. જો કે કોઈને ઇજા પહોંચી છે કે નહીં તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. આ અકસ્માતને પગલે થોડી વાર માટે સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.
