મોરબી :આજરોજ મોરબી-રાજકોટ હાઇવે પર શનાળા ગામ પાસે જે મેડિકલ કોલેજ બને છે તેની પાસે આજે એક કાર અને માલવાહક રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો પ્રમાણે કારચાલક ઓવરટેક કરવા જતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર અને રીક્ષા રસ્તાની નીચે ઉતરી ગયા હતા. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હોવાની માહિતી મળી છે.
