Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના પ્રખર વિદ્વાન યુવા શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે પાસેથી રક્ષાબંધનના તહેવારના મુર્હૂતો...

મોરબીના પ્રખર વિદ્વાન યુવા શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે પાસેથી રક્ષાબંધનના તહેવારના મુર્હૂતો અને મહત્વ વિશે જાણો

મોરબી : હિન્દુ સનાતન ધર્મ માં વર્ષના સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ મહિના સાથે તહેવારની સિઝન શરૂ થઈ ચૂકી છે. આ મહિનામાં જ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના પ્રતિક સમાન રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવાય છે. આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધીને તેની લાંબી આયુ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરે છે, જ્યારે ભાઈ બહેનની જીવનભર રક્ષા કરવાનું વચન આપે છે. આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા બે દિવસ રહેવાને કારણે રક્ષાબંધનની તારીખ અને મુહૂર્તને લઈ લોકોમાં થોડી અસમંજસ છે.

તિથિ અને મુહૂર્ત

વૈદિક પંચાંગ અનુસાર, શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 2:12 વાગ્યે શરૂ થશે અને 9 ઓગસ્ટના બપોરે 1:24 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિના આધારે, રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ, 2025ના રોજ ઉજવાશે. આ દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 5:35 વાગ્યાથી બપોરે 1:24 વાગ્યા સુધી રહેશે, જે સૌથી ઉત્તમ સમય ગણાય છે. આ ઉપરાંત, સવારે 4:22થી 5:04 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત અને બપોરે 12:17થી 12:53 વાગ્યા સુધી અભિજિત મુહૂર્ત રહેશે, જે પૂજા અને રાખડી બાંધવા માટે શુભ ગણાય છે.

શુભયોગ અને ચોઘડિયા મુહૂર્ત:-
રક્ષlબંધનના દિવસે શુભયોગ અને ચોઘડીયાનું સંયોજન પણ થવાનું છે, જે તેની શુભતા વધારશે. સૌભાગ્ય યોગ 9 ઓગસ્ટ શનિવારે સવારે 4:08 વાગ્યાથી શરૂ થશે ત્યારે એ જ દિવસે રાત્રે 2:15 વાગ્યા સુધી રહેશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ 9 ઓગસ્ટના બપોરે 2:23 વાગ્યા સુધી રહેશે.તેમજ ચોઘડિયા મુજબ સવારે 7.50 થી 9.27 સુધી શુભ ચોઘડિયા ના સમયમાં રાખડી બાંધવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે.
ભદ્રા કાળ પૂર્ણ થયા બાદ, એટલે કે 9 ઓગસ્ટના સવારે 5:35 વાગ્યાથી રાખડી બાંધવાનું મુહૂર્ત શરૂ થશે, જે શુભ ફળદાયી રહેશે.

રક્ષાબંધનનું મહત્વ:-

રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે, જે દેશભરમાં ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૌપ્રથમ માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી, જેથી ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી વૈકુંઠ લઈ જવાનો માર્ગ મળ્યો હતો. આ ઉપરાંત, દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધી હતી, આદિકાળ થી ચાલતી આવતી પરંપરા માં આ દિવસે બહેનો ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધીને તેમની સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ બહેનોની રક્ષાનું વચન આપે છે.

ભાગવતાચાર્ય
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે
(સંસ્કૃત વિશારદ,જયોતિષરત્નમ)
મો.8000911444

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments