મોરબી : મોરબી જિલ્લા પોલીસ અને મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા આજે મોરબીના વૃદ્ધાશ્રમ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી અને ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પીઆઈ અને પીએસઆઈ કક્ષાના મહિલા પોલીસ અધિકારીઓએ વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા તમામ વડીલોને રાખડી બાંધી, રક્ષાબંધનના મહિમાને સાર્થક કર્યો હતો.
આ પ્રસંગે મહિલા પોલીસ અધિકારીઓએ વૃદ્ધોને વચન આપ્યું હતું કે તેમની સુરક્ષા તેમની પ્રાથમિકતા રહેશે. તેમણે કોઈપણ કામકાજ માટે ગમે ત્યારે યાદ કરવા જણાવ્યું હતું અને ખાતરી આપી હતી કે તેઓ હંમેશા ખડે પગે તેમની સેવા માટે ઉપલબ્ધ રહેશે. આમ રક્ષાબંધનના તહેવારની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.


