મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ સમસ્ત દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટલે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.16 ઓગસ્ટ 2025, શનિવારે સવારે 8:00 કલાકે હનુમાનજી મંદિરથી ભક્તિભર્યા ગીતો સાથે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે, જે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે રામજી મંદિર ખાતે હર્ષોલ્લાસપૂર્વક મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભક્તિ, આનંદ અને એકતાના ઉત્સવમાં તમામ ગામજનો તથા શ્રદ્ધાળુઓને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
