Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લાના પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહને આફ્રિકાખખંડના શિખર સર કરવા બદલ સીએમના હસ્તે...

મોરબી જિલ્લાના પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહને આફ્રિકાખખંડના શિખર સર કરવા બદલ સીએમના હસ્તે સન્માનપત્ર એનાયત

મોરબી :મોરબી જિલ્લાના પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહએ આફ્રિકા ખંડના તાન્જાનિયા દેશમાં આવેલ આફ્રિકાના હાઈએસ્ટ પોઈન્ટ માઉન્ટ કિલીમાન્જારો શિખર (ઊંચાઈ – ૫૮૯૫ મીટર, ૧૯૩૪૧ ફૂટ)ના પોઈન્ટને સર કર્યો છે, જે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમને સનામનપત્ર એનાયત કર્યો છે.

મુખ્યમંત્રીએ સન્માનપત્ર એનાયત કરતા જણાવ્યું હતું કે, આપણે જેવું વિચારીએ છીએ તેવું શક્ય બને છે પણ તેના માટે લક્ષ્ય અને આદર્શ સ્થિર હોવાં આવશ્યક છે. આશાવાદી વિચારોમાં અપાર શક્તિ હોય છે. કંઈક નોખું અને અનોખું કરવા નિર્ણય અને ઈચ્છાશક્તિ પ્રબળ હોય તો અનેક શિખરો સર થઈ શકે છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજની સાથે રાજકોટ રેન્જ આઈ. જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ. પી. રાહુલ ત્રિપાઠીના સીધા માર્ગદર્શન હેઠળ આપે આ સ્પર્ધામાં ભાગ લઈ માઉન્ટ કિલીમાન્જારો શિખર સર કર્યું છે જે ગુજરાત પોલીસની સાથે રાજ્ય માટે ગૌરવપૂર્ણ છે.

મોરબીના ટંકારામાં પૂરની સ્થિતિ વચ્ચે બે બાળકીઓને તમે ખભા પર ઊંચકીને કેડ સમા પાણીમાંથી જીવ બચાવ્યો હતો જે આપના સાહસ અને શૌર્યનું પરિચાયક છે. સાહસિક પ્રવૃત્તિઓ થકી ગુજરાત રાજ્યનું નામ વૈશ્વિક ફલક પર ઉજ્જવળ બનાવવા માટે પૃથ્વીરાજસિંહને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments