
મોરબીની કોર્ટ ફેમિલી કોર્ટમાં અગાઉ ચાલી ગયેલ કેસમાં ભરણપોષણની માસિક રકમ ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો હતો. જો કે, ચાર મહિના સુધી પતિ દ્વારા મહિલાને ભારણ પોષણની રકમ આપવામાં આવી ન હતી. જેથી કરીને તે બાબતે મોરબીની ફેમિલી કોર્ટમાં મહિલાએ વકીલ મારફતે કરેલ અરજીને ધ્યાને લઈને કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવતા પતિને 60 દિવસની સાદી કેદની સજા ફટકારી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રહેતી પરણીતાએ તેના પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો જેમાં માસિક 20,000 પરણીતાને ભરણપોષણ આપવા માટેનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જોકે મહિલાના પતિ મેહુલભાઈ ભોજાણી દ્વારા છેલ્લા ચાર મહિનાથી ભરણપોષણની રકમ તેને આપવામાં આવી ન હતી જેથી કરીને તે બાબતે કોર્ટના હુકમનો અનાદર થતો હોય અને મહિલાને ભરણપોષણની રકમ મળતી ન હતી જેથી કરીને મોરબીની પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ બાબતની અરજી વકીલ મારફતે કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવતા પતિ મેહુલભાઈ લક્ષ્મણભાઈ ભોજાણીને 60 દિવસની સાદી કેદની સજા ફટકારેલ છે. અને આ કેસમાં અરજદારના પક્ષે એડવોકેટ નરેન્દ્રસિંહ જે. ઝાલા રોકાયેલ હતા
