


મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા લગભગ છેલ્લાં 7 વર્ષથી નગર દરવાજે ધ્વજવંદન કરવામાં આવે છે. તે જ રીતે આજ રોજ ABVP મોરબી દ્વારા 15 ઓગસ્ટે 78 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરબી શહેરની ઐતિહાસિક ધરોહર અને આન બાન શાન ગણાતા નગર દરવાજા ખાતે મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.