



મોરબી: મોરબી કરણી સેના ટીમ દ્વારા એક અનોખી પહેલના ભાગરૂપે આજરોજ સ્વતંત્રતા દિન નિમિત્તે મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ભોજન કરાવ્યું હતું. તેમજ વૃદ્ધોને રાષ્ટધ્વજનું વિતરણ કરીને સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી. મોરબી કરણી સેના ટીમે વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા. વૃદ્ધાશ્રમમાં કરણી સેનાનું આગમન થતા વૃદ્ધોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.