

હળવદ તાલુકાના માથક ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આઠ જુગારીને ઝડપી લઈને પોલીસે ૧.૭૧ લાખની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મથક ગામની સીમમાં વાડીની બહાર ઝાપા પાસે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમા જુગાર રમતા રોહિત વાઘજીભાઈ પરમાર, અજીત દિનેશભાઈ રાતૈયા, હેમુ અરજણભાઈ ભોરણીયા, મેરૂ ખેતાભાઇ લાંબરીયા, મુકેશ વિહાભાઇ ડાભી, ભરત પરબતભાઈ હેણ, કાળું ખોડાભાઈ ડાંગર અને અસરફ ઉર્ફે અસો હબીબ વડગામા એમ આઠને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧,૭૧,૫૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
આ સફળ કામગીરીમાં હળવદ પી આઈ આર ટી વ્યાસ સહિતનો સ્ટાફ રોકાયેલ હતો