



વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન અને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ દારૂ અને બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ૬૬ લાખથી વધુના દારૂ-બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો
રેંજ આઈજી અને જીલ્લા પોલીસવડાની સુચનાથી સીટી પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા ઈંગ્લીશ દારૂના અલગ અલગ ૩૩ ગુનામાં ઝડપી લેવામાં આવેલ વાંકાનેર સીટી પોલીસ મથકમાં દારૂની બોટલ નંગ ૭૩૫ કીમત રૂ ૨,૧૫,૨૯૫ તેમજ તાલુકા પોલીસે ઝડપી લીધેલ દારૂની બોટલ નંગ ૪૮૭૦ અને બીયર નંગ ૭૦૯૬ કીમત રૂ ૬૪,૫૨,૪૪૦ નો દારૂનો નાશ કરવાની મંજુરી કોર્ટ તરફથી મળતા વાંકાનેર ચોટીલા હાઇવે પર ગારીડા-રંગપર ગામ નજીક જુના પડતર ડામર રોડ ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો
બંને પોલીસ મથક દ્વારા ઝડપી લેવમાં આવેલ કુલ દારૂ અને બીયર નંગ ૧૨,૭૦૧ કીમત રૂ ૬૬,૬૭,૭૩૫ ના જથ્થાનો નાશ કરાયો હતો જે પ્રસંગે વાંકાનેર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એસ એમ ગઢવી, ડીવાયએસપી એસ એચ સારડા, નશાબંધી આબકારી વિભાગ રાજકોટ સબ ઇન્સ્પેકટર એસ સી વાળા, ઇન્ચાર્જ નાયબ મામલતદાર બી એસ પટેલ તેમજ પોલીસ મથકના અધિકારીઓની ઉપસ્થિતિમાં રોલર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો