

મોરબીના રેલવે સ્ટેશન બાજુમાં નવલખી રોડ ઉપર આવેલા બહોળા જનસમુદાયની અતૂટ શ્રદ્ધા ધરાવતા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આવતીકાલે તા.19 ઓગસ્ટને સોમવારના રોજ રાત્રે 9:30 કલાકે અમરેલીનું પ્રખ્યાત શ્રી મેલડી માં મંડળ દ્વારા શ્રી મેલડી માતાજીનું આખ્યાન રજૂ કરવામાં આવશે. આ આખ્યાનનો લાભ લેવા માટે પધારવા ધર્મપ્રેમી જનતાને ધક્કાવાળી મેલડી માતાજી મંદિર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.