
હળવદ તાલુકાના કેદારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૨,૬૦૦ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે કેદારીયા ગામે શક્તિ માતાજીના મઢ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ઘનશ્યામ ભગાભાઈ પરસોંડા, ચોથા અખાભાઈ શિહોરા, ધીરૂ દેવશીભાઈ શિહોરા, યોગેશ ભાવુભાઈ શિહોરા, વાસુદેવ મેરૂભાઈ મજેઠીયા, કાનજી રઘાભાઈ થરેશા અને રઘુ અણદાભાઈ શિહોરા એમ સાત જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૩૨,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે