
હળવદ તાલુકાના ઈંગોરાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લઈને પોલીસે ૨૧,૨૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે જયારે ચાર ઈસમો ફરાર થતા વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ઈંગોરાળા ગામની ડોરીયાનો માર્ગની સીમમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ગોરધન ઠાકરશીભાઈ ચાવડા, રમેશ પોપટભાઈ માલકીયા, ઘનશ્યામ મેલાભાઈ માલકીયા, વિક્રમ મેરાભાઈ માલકીયા અને નીતેશ નથુભાઈ પટેલ એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૨૧,૨૦૦ જપ્ત કરી છે
તો રેડ દરમિયાન આરોપી શંભુ વરસંગભાઈ કોળી, હરેશ ડાયાભાઇ દલવાડી, અશ્વિન કાનજીભાઈ દલવાડી અને વિનોદ બચુભાઈ એમ ચાર ઈસમો નાસી જતા હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે