
શહેરના શુભમ એપાર્ટમેન્ટના ફ્લેટ નં ૨૦૧ માં બેસી જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે ૧,૩૧,૫૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર ગામ શુભમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૨૦૧ માં આરોપી કાન્તિલાલ માવજીભાઈ દેલવાડીય બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ફ્લેટમાં જુગાર રમતા કાન્તિલાલ માવજીભાઈ દેલવાડીયા, રાજ કાન્તિલાલ દેલવાડીયા, ભરત રામજીભાઈ બાવરવા, દિલીપ રણછોડભાઈ દેત્રોજા, રમેશ ભીખાભાઈ દસાડીયા, વિપુલ જયંતીભાઈ જોલાપરા, મહેન્દ્ર મનજીભાઈ બાવરવા, કલ્પેશ લાલજીભાઈ સાવરીયા, હિરલ ભૂદર ઠોરીયા, શની કાન્તીભાઈ લિબાણી એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રૂ ૧,૩૧,૫૦૦ જપ્ત કરી છે