
હળવદ : હળવદ શહેરી વિસ્તારમાં બેભાન હાલતમાં મળી આવેલા એક વૃદ્ધાનું મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ગત તારીખ 28 ઓગસ્ટના રોજ મોત થયું છે. આ વૃદ્ધાના વાલી વારસ મળતા ન હોય હળવદ પોલીસ સ્ટેશન દ્વારા તેમની શોધખોળ હાથ ધરાઈ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ મૃત વૃદ્ધાએ ગુલાબી-લીલા કલરની સાડી પહેરી છે. તેમજ કાળા કલરનું બ્લાઉઝ પહેરેલું છે. તેમજ ગુલાબી ફૂલવાળો ચણીયો પહેરેલો છે. વૃદ્ધાના ગળામાં કાળા કલરનો દોરો છે. ડાબા કાનમાં ધાતુની બુટ્ટી અને બન્ને હાથના કાંડામાં ધાતુની બંગડી પહેરી છે. ડાબા હાથે ગુજરાતમાં નામ લખાવેલું છે તેમજ જમણા હાથે કાનુડો ત્રોફાવેલો છે. આ વૃદ્ધાના વાલી વારસ મળી આવતા ન હોય વૃદ્ધા મહિલાનો મૃતદેહ હાલ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. આ વૃદ્ધાના વાલી વારસ મળી આવે તો હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ બારૈયા મો.નં. 94094 90177 અથવા હળવદ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર 63596 26050 પર સંપર્ક કરવા જણાવાયું છે.