
મોરબી : મોરબીમાં શ્રાવણ માસ અને સાતમ આઠમના તહેવારો પુરા થવા છતાં જુગારની મૌસમ યથાવત રહી છે. અલગ અલગ વિસ્તારોમા સીટી એ અને બી ડિવિઝન પોલીસે જુગારના અલગ અલગ પાંચ દરોડા પાડી એક મહિલા સહિત 24 જુગારીઓને જાહેરમાં જુગાર રમતા પકડી પાડયા હતા, જુગાર દરોડા દરમિયાન બે આરોપીઓ નાસી ગયા હતા.
સીટી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ ઉપર મહાદેવ કારખાનાના ગ્રાઉન્ડમાં દરોડો પાડી આરોપી બટુકભાઇ બાબુભાઇ સોમાણી, વિશાલભાઇ ભીખુભાઇ પીપળીયા, ભરતભાઇ રમેશભાઇ બાટી, વસંતભાઇ ઉર્ફે લાલો દેવશીભાઇ હમીરપરા અને કાજલબેન રમેશભાઇ સાયાને રોકડા રૂપિયા 18,500 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.
સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર સીએનજી પંપ સામેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા રાહુલભાઇ મનસુખભાઇ પારેજીયા, દિવ્યેશભાઇ બાબુભાઇ હરસોર, સુધીરભાઇ હર્ષદભાઇ બાવરવા અને આરોપી રાજેશભાઇ દલસુખભાઇ અઘારાને રોકડા રૂપિયા 25,100 સાથે ઝડપી લીધા હતા.
સીટી બી ડિવિઝન પોલીસે કાલીન્દ્રિ નદીના પટ્ટમાં જુગાર રમી રહેલા શંકરભાઇ ગોરધનભાઇ કુંઢીયા અને રોહિતભાઇ ભુપતભાઇ કુંઢીયાને રોકડા રૂપિયા 13,900 સાથે ઝડપી લીધા હતા. જ્યારે આરોપી નકુમ મંદરીયા અને મેહુલ પંસારા નાસી જતા પોલીસે ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધ્યો હતો.
સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર રોડ ઉપર શીવાલીક પ્લાઝામા દરોડો પાડી આરોપી મનસુખભાઇ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા, કિશોરભાઇ લાભુભાઇ વાઘેલા, હિતેષભાઇ નાજાભાઇ ગોલતર અને જયંતીભાઇ ગાંડુભાઇ જંજવાડીયાને જાહેરમાં તીનપતિ રમતા રોકડા રૂપિયા 42,700 સાથે ઝડપી લીધા હતા.
માળીયા મિયાણા હાઇવે ઉપર ફર્ન હોટલ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા મેહુલભાઇ બાબુભાઇ પીત્રોડા, વિપુલભાઇ ધીરૂભાઇ પરમાર, અમીતસિંહ જીતુભા સોલંકી, અનિલભાઇ બાબુભાઇ પીત્રોડા, કિશોરભાઇ ઇશ્વરભાઇ મોરી, વિરલકુમાર રમેશભાઇ વ્યાસ, ધર્મેન્દ્રભાઇ રમેશભાઇ મેવાડા, જમનભાઇ મનસુખભાઇ પરમાર અને જયપાલસિંહ ધીરૂભા પઢીયારને રોકડા રૂપિયા 69,800 સાથે ઝડપી લીધા હતા.