
મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા સ્મશાન રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામેથી આરોપી ઇમરાનભાઇ ઉર્ફે ઇરાન નુરમામદભાઇ મોવર, રહે.વીસીપરા સ્મશાન રોડ, કેશવાનંદ બાપુના આશ્રમ સામે, કુલીનગર વાળાને વિદેશી દારૂના 3 ચપલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.