
મોરબી : મોરબીની ગ્રીનચોક અંદર આવેલ નાની બજારમાં વર્ષો પુરાણું મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે.આ મકાનમાં વર્ષોથી કોઈ રહેતું નથી.પરંતુ મકાન ખૂબ જર્જરિત થતા પડુંપડુંની હાલતમાં હોવાથી આ મકાનમાંથી વારંવાર પોપડા નીચે ખરતા હોય આસપાસ રહેતા લોકોના જીવ ઉપર જોખમ ઉભું થયું છે. તેથી આ ખંડેર હાલતમાં રહેલા મકાનને તોડી પાડવા માટે સ્થાનિકોએ નગરપાલિકાને વખતોવખત રજુઆત કરી હતી. પણ હમણાં પણ રજુઆત થતા અંતે પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને ગતરાત્રીથી નાની બજારમાં આવેલ ભયજનક મકાન તોડી પાડવાની નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
છે.
