




મોરબી :આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને આ છેલ્લા દિવસે સોમવાર હોય તેમજ સોમવતી અમાસ એમ ત્રિવેણી સંગમ ઉપર મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃતર્પણ કરવા ઉમટી પડ્યા હતા. સૌ પ્રથમ મોટી સંખ્યામાં લોકોએ આજે વહેલી સવારથી જ રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાદેવની કૃપા મેળવવા ઉમટી પડ્યા હતા અને શિવભક્તોની લાંબી લાઈનો લાગી હતી. દરેક લોકોએ પહેલા શિવ દર્શન કર્યા હતા અને શિવલીગ ઉપર બીલીપત્ર દૂધ સહિતનો અભિષેક કરી ભગવાન ભોળીયાનાથની કૃપા મેળવીને ધન્યતા અનુભવી હતી. તેમજ વર્ષોનો મહિમા મુજબ મોરબી શહેર અને આસપાસના ગામો તેમજ વાંકાનેર અને સૌરાષ્ટ્રના મોટી સંખ્યામાં લોકો રફાળેશ્વર મંદિરે આજે અમાસના દિવસે પિતૃતર્પણ કરવા ઉમટી પડ્યા હતા.મોટી સંખ્યામાં લોકોએ રફાળેશ્વર કુંડમાંથી પાણી લઈ કળશથી પ્રાચીન પીપળે જળાભિષેક કરીને પિતૃતર્પણ કર્યું હતું.