




કેન્દ્ર સરકારના જળ સંચય ના પોજેક્ટ જળસંગ્રહ અને જળ ભાગીદારી નો વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો.
ભુગર્ભ જળ સ્તરની સુધારણા અને વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ ના પ્રોજેકટનું આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય જળશકિત મંત્રાલય અને રાજય સરકાર ધ્વારા વિશેષ અભિયાન શરૂ કરાયું હતું.
ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ટું-વેના માધ્યમથી જીલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ જીલ્લા માટે ભુગર્ભ જળની અગત્યતા, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી કચ્છ જીલ્લા માટે ભુગર્ભ જળને સંગ્રહીત કરવા માટે થઈ રહેલા કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી વરસાદી પાણીના એક એક ટીપાનો મહતમ સંગ્રહ થાય તે માટે બોર રિચાર્જની કામગીરીનો વ્યાપ વધારવા ભાર મુક્યો હતો કેચ ધ રેઈન રેઈન વોટર હાવેસ્ટીંગના કામો કચ્છ જિલ્લામાં પણ જન ભાગીદારી સાથે મોટી સંખ્યામાં હાથ ધરાશે તેવું જણાવ્યું હતું.
કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદે વહી જતું વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવાથી થતાં લાભો વિશે માહિતગાર કર્યા હતા, જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી જનકસિંહ જાડેજા એ કચ્છમાં જળ સંચય થતાં કામો દસેય તાલુકામાં થઈ રહહ્યા છે. સરકારશ્રી ના સહયોગથી જળ સ્તર સુધારણા ના થતા કાર્યાની વિગતવાર માહિતી આપી હતી, અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદુમનસિંહ જાડેજા એ ખેતીવાડી, પશુપાલન ક્ષેત્ર માં ભુગર્ભ જળ સંગ્રહથી થતા લાભો ની સમજ આપી હતી.
સુમરાસર (શેખ) ખાતે આયોજીત સમારોહ ના પ્રારંભે ગ્રામપંચાયત્ત સરપંચશ્રી, ગામના આગેવાનોએ ઉપસ્થિત રાજકીય-સામાજીક ક્ષેત્રના મહાનુભાવો, વિવિધ સંસ્થાઓના કાર્યવત આગેવાનો નું સન્માન કર્યુ હતું આ અવસરે કાર્યક્રમનું જીવંત પ્રસારણમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સંબોધન શ્રવણ કર્યું હતું
આ કાર્યક્રમમાં સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ, ભુજ તાલુકા પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, રણછોડ આહીર, દામજીભાઈ આહિર, વિરમભાઈ ચાડ, સર્વશ્રી ધનાભાઈ આહિર, ભીમજી જોધાણી, માવજી ગુંસાઈ, હઠુભા જાડેજા, કરશનજી જાડેજા, અશોકભાઈ હાથી, પારૂલબેન કારા, વણવીર સોલંકી, ભૂરાભાઈ આહીર, હિતેષ ખંડોર, દિનેશ ઠકકર, ગોદાવરીબેન ઠકકર, ધનજીભાઈ ભાનુશાલી, કાસમ કુંભાર, હરિભાઈ આહિર, વિવિધ ક્ષેત્રના સગણીઓ, ભાજપના હોદેદારો કાર્યકરો સુમરાસર, ઢોરી, કુનરીયા, લોરિયા, ઝુરા, નિરોણના ગ્રામજનો પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.