


મોરબી : મોરબીના એસ.પી.રોડ ઉપર અરવિંદભાઈ બારૈયા અને ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા “સિધ્ધી વિનાયક કા રાજા” નામના ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી ગણેશજીના દર્શન કરી ગણેશજીની આરતીનો લાભ લઇ રહ્યા છે. મોરબી કરછના સાંસદ વિનોદભાઈ ચાવડા આ ગણપતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સિધ્ધી વિનાયક કા રાજામાં આરતીનો શ્રધ્ધાભેર લાભ લીધો હતો. તેમની સાથે મહામંત્રી કે એસ અમૃતિયા તેમજ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ સદાતિયા તેમજ મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ,શિવમભાઇ વિરમગામાં,જયદીપભાઈ દેત્રોજા , સહિતના આગેવાનો જોડાયા હતા.