


મોરબી : ઓલ ડ્રાઈવર એકતા એસોસિએશન મોરબીના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીતસિંહ પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટીમા જોડાયા છે. ઉપરાંત આગામી દિવસોમાં ટ્રક ડ્રાઇવરોને પણ પાર્ટીમાં જોડાશે.
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયે જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, પંકજ આદ્રોજા,દિવ્યેશ મગુનિયા તેમજ રમેશ સદાતીયાની હાજરીમા આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ ઓલ ડ્રાઈવર એકતા એસોસિયેશન મોરબીના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીતસિંહ તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી તેમજ ખૂબ મોટી સંખ્યામાં તેમના સભ્યો સાથે જોડાયા હતા. અને આવનારા સમયમા ચાર હજારથી પણ વધુ ટ્રક ડ્રાઇવરો ને આમ આદમી પાર્ટી મા જોડવા માટેનો સંકલ્પ લીધો હતો. તેમ યાદીમાં જણાવાયુ છે.