

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. દરમિયાન મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવ માં આજે રાત્રે 9:30 વાગ્યે પ્રખ્યાત આર્ટીસ્ટોના જુનિયર કલાકારો દ્વારા મિમિક્રી શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુનિયર અમિતાભ બચ્ચન, ગોવિંદા, દેવાનંદ, દિલીપકુમાર તથા રાજેશખન્નાના પાત્રો રજૂ કરવામાં આવશે. આ મિમિક્રી શો ને નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.
