
મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલ ભગવાન રામદેવપીરના મંદિરે આવતીકાલે તા.14ના રોજ ભાદરવા સુદને 11ના રોજ ભગવાન રામાપીરનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે રામપીરની શોભાયાત્રા નીકળશે અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે.
