
કચ્છ : “સાંસદ સંપર્ક સદન” ઉદ્દઘાટન પ્રસંગે પધારતા કેન્દ્રિય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ સુમરાસર (શેખ) મુકામે કચ્છમાં ચાલતા વરસાદી પાણીને ભુગર્ભ માં જળ સંચન કરવા કુવા અને બોર ઉંડા ઉતારી વધુ ને વધુ જળ સંગ્રહ થવા થયેલ કામગીરી નિહાળવા અને કચ્છના ખેડુતો ને પ્રોત્સાહન આપવા તેમને સન્માનીત કરી વધુ ને વધુ લોકો ભૂગર્ભ જળ સંચય અભિયાન માં જોડાય માટે સ્થળ મુલાકાત લેશે.

ગુજરાત રાજયનો વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. વરસાદનું પાણી નદી, તળાવ, કુવાઓ મારફતે પીવા અને ખેતી માટે મેળવાય છે. વરસાદી વહેતાપાણીને બચાવી તે પાણી કુવા – બોર રિચાર્જ કરવામાં આવે તે માટે લોક લાડીલા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તથા જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ થયેલ અભિયાન માં કચ્છમાં ૧૦૫૦ થી વધુ કુવા તથા બોર રિચાર્જ થયેલ છે.તેમની સાથે સાંસદશ્રી તથા સંગઠન મંત્રીશ્રી રત્નાકરજી, મહામંત્રી રજની પટેલ, કચ્છ ભાજપા અધ્યક્ષ શ્રી દેવજીભાઇ વરચંદ, મોરબી ભાજપા અધ્યક્ષ શ્રી રણછોડભાઇ, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયત અધ્યક્ષા હંસાબેન પારધી, ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ, રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, મોરબી ધારાસભ્યશ્રી કાન્તિભાઇ અમૃતિયા, માંડવી ધારાસભ્યશ્રી અનંતભાઇ દવે, અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમ છાંગા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદુમનસિંહ જાડેજા, ગાધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતિબેન મહેશ્વરી કચ્છ જિલ્લા ભાજપા હોદ્દેદારો, કાર્યકર મિત્રો સાથે જોડાશે.