
મોરબી : મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે. જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર સીતાબેન રબારી, અવની ગૌસ્વામી, કોમેડિયન વિજૂડી તેમની ટીમ સાથે ઉપસ્થિત રહેશે. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, વેલકમ નવરાત્રિમાં થનાર આવકની રકમ આગામી તારીખ 20 જાન્યુઆરી 2025ના રોજ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની 21 દિકરીઓના લગ્નમાં ખર્ચ કરવામાં આવશે. તેમજ વેલકમ નવરાત્રિના પાસ માટે તથા સમૂહલગ્નના દાન આપવા તથા દાતા તરીકે નામ નોંધાવવા માટે મો.9586052226,84888 80265 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
