




જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે સંગઠન મહા મંત્રીશ્રી રત્નાકરજી, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ કચ્છ અને મોરબીના ધારાસભ્યશ્રીઓ, જીલ્લા પંચાયત અધ્યક્ષશ્રી જનકસિંહજી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, નગર પાલીકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી સહિત મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાજી ના નુતન “સાંસદ સંપર્ક સદન” નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
“સાંસદ સંપર્ક સદન” નું શ્રી સી.આર. પાટીલજી ના વરદ હસ્તે રીબીન કાપી સાંસદ કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રદેશ સંગઠન મંત્રીશ્રી રત્નાકરજી ઉપસ્થિત રહી સાંસદશ્રી ને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ શ્રી પાટીલજી, શ્રી રત્નાકરજી અને ધારાસભ્યશ્રીઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. શ્રી સી.આર. પાટીલ સાહેબે સાંસદશ્રી ના ૧૦ વર્ષના સમયકાળમાં થયેલ જનહીતના કાર્યો ની સરાહના કરી હતી અને સાંસદશ્રી
તથા કચ્છ ભાજપની ટીમ દ્વારા ભૂગર્ભ જળ સંચય અભિયાન હેઠળ થયેલ કુવા બોર રિચાર્જ કામગીરીને બિરદાવી હતી.
સાંસદશ્રી દ્વારા સ્વાગત સાબ્દીક આવકાર પ્રવચન કરવામાં આવેલ. આધુનીક યુગનું આધુનીક સુવિધા સભર સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા નું આ સાંસદ સંપર્ક સદન લોક સંપર્કનું સેતુ બનશે તેમ સંગઠન મંત્રી રત્નાકરજીએ જણાવ્યુ હતું. નિમંત્રણ ને માન આપી પધારેલા કેન્દ્રિય જળ શક્તિ મંત્રીશ્રી અને ગુજરાત ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી અને સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી નું સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ શાલ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું
જયારે કુવા અને બોર રિચાર્જ કરી જળ સંચય – સંગ્રહ કરનાર ખેડુતો માંથી ૧૦ કિશાનો ને મંત્રીશ્રી સી.આર. પાટીલજીએ પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા, પધારેલ મહેમાનો અને મહાનુભાવો નું સાલ વડે સાંસદશ્રીએ સન્માન કર્યું હતું.
“સાંસદ સંપર્ક સદન” ખાતે ભાજપા સદસ્યતા અભિયાન માટે ટેબલો તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સદસ્યતા અભિયાન અને લોક સંપર્ક માટે ૨ વેન નું શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ જે સમસ્ત કચ્છ અને માળીયા – મોરબી મધ્યે ફરશે તેમ સાંસદશ્રીએ જણાવ્યુ હતું.
સાંસદ સંપર્ક ઉદ્દઘાટન પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપા પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, મોરબી જીલ્લા ભાજપા પ્રમુખ શ્રી રણછોડભાઇ દલવાડી, કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહજી, માન. ભુજ ધારા સભ્યશ્રી કેશુભાઇ પટેલ, મોરબી ધારાસભ્યશ્રી કાન્તિભાઇ અમૃતિયા, માંડવી ધારાસભ્યશ્રી અનિરૂધ્ધભાઇ દવે, અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગા, રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદુમનસિંહ જાડેજા, સર્વશ્રી દિલિપભાઇ ત્રિવેદી, શ્રીમતી પારૂલબેન કારા, માજી ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, કે.ડી.સી.સી. બેન્ક ચેરમેન દેવરાજભાઇ ગઢવી, અંગદાન પ્રણેતા દિલિપભાઇ દેશમુખ તેમજ ભાજપ હોદ્દેદાર, મંડળ, મોરચા અને કાર્યકર્તાઓ જાહેર જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
