



મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ આજે કૃષ્ણસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનાર વેપારીઓની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિકાની ટીમે 200 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું અને આ પ્લાસ્ટિક વેચનાર વેપારીઓને કૂલ 8 હજાર રૂપિયાનો દંડ ફટકારી વસુલવામાં આવ્યો હતો. ત્યારે પાલિકા દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.