





જનનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૪માં જન્મદિવસ નિમિતે કચ્છ ના સાંસદશ્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકારશ્રી ની વિવિધ સેવાકીય
યોજનાઓ ના લાભ છેવાડા ના નાના માં નાના માનવી સુંધી પહોચાડવામાં આવેલ. દિવ્યાંગો ને સાધન સહાય સાંસદશ્રી તરફ થી વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશ ના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતો ને વિકાસ ના મુખ્ય પ્રવાહમાં લાવનાર, ભારત ને મજબુત, સમૃધ્ધ અને સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર આ સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના સ્વાસ્થય અને દીર્ઘાયુ ની પ્રાર્થના સાથે આજે વિકાસ વંચિતો, દિવ્યાંગો ને સરકારી યોજના અને અમારી સંસ્થા સમાજ નવનિર્માણ – ભુજ દ્વારા વિવિધ સહાયો નું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કચ્છ ભરમાં મોદીજીના જન્મ દિવસ નિમિતે વિવિધ સેવાકીય કાર્યો આયોજિત કરવામાં આવેલ.
સૌરાષ્ટ્ર અને કચ્છના ૩૪૦૦ ગામોમાં વર્ષ દરમ્યાન ભાજપા, જીલ્લા પંચાયત કચ્છ, વિવિધ સેવાકીય સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ દ્વારા દોઢ લાખ થી વધુ લોકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવાનો આયુષ હોસ્પિટલદ્વારા અને સાંસદશ્રી નો પ્રેરણા અને સહકાર દ્વારા શરૂ થશે આ માટે અંતરિયાળ છેવાડા ના ગામો થી નજીકના ગામો – શહેરો માં આયુષ સંજીવની રથ દ્વારા ની:શુલ્ક તપાસ, આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ ની પ્રક્રિયા કરી આપવામાં આવશે તેમજ ૧ વર્ષ સુંધી આયુષ સંજીવની રથ કાર્યરત રહેશે તેમ સાંસદશ્રીએ જણાવેલ છે.રીઝનલ સાયન્સ સેન્ટર સ્મૃતિવન મધ્યે ૪૦૦ થી વધુ સંખ્યામાં વિવિધ રમતોમાં ભાગ લેનાર બાળકોને તથા વિજેતા બાળકો ને પ્રમાણપત્રો તથા મેડલ થી સન્માન કરવામાં આવેલ મોદી સાહેબના જન્મદિન નિમિતે કેક કાપી જન્મદિન ની ઉજવણી કરવામાં આવેલ
આ પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી દેવજીભાઇ વરચંદ, ભુજ નગરપાલિકા ના અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખશ્રી બાલકૃષ્ણ મોતા, જીલ્લા ભાજપા મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, તથા સર્વશ્રી પ્રફુલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, જયંતભાઇ ઠક્કર, રવિભાઇ ગરવા, રિતેનભાઇ ગોર, સંદીપ શાહ, મોહનભાઇ ચાવડા, પ્રકાશ મહેશ્વરી, હિતેષ ગોસ્વામી, મનુભા જાડેજા, કિશોર મહેશ્વરી, દિનેશભાઇ ઠક્કર, અશોકભાઇ હાથી, જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ચેરમેન કુંવરબેન મહેશ્વરી, વેજુબેન રબારી, હિતેશભાઇ ખંડોલ, દિલીપભાઇ શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાન મંત્રી લાભાર્થી કલ્યાણ મેલા કાર્યક્રમની સફળતા માટે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ના શ્રી હેમેન્દ્રભાઇ જણસારી વ્યવસ્થા અને સંચાલન સંભાળ્યું હતું.
